ભુજમાં વ્યક્તિને છરી બતાવી બાઇક લૂંટીને ભાગી ગયા.
ભુજ શહેરમાં મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલવાળા ચાર રસ્તા પાસે છરી બતાવીને તેના સાથે ફિલ્મીની સ્ટાઈલમાં અશરફ મોહમદ ખત્રી (ઉ.વ. 30) નામના વ્યક્તિ પાસેથી તેની રૂા. 90,000/- કિંમતની બાઇક લૂંટી ગયા તેવું સામે આવ્યું છે. રાત્રિના સાડા 10:00 વાગ્યાના સમયે બનેલી આ ઘટના વિશે ભુજના હનીફ ઉર્ફે હનિયો નૂરમામદ સમા સામે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અહીના એ- ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ખાનગી નોકરી કરતો ભોગ બનનાર અશરફ ખત્રી તેની જી.જે. 12 ઇ.એફ.-7144 નંબરની બાઇકથી જઇ રહ્યો હતો. ત્યારે આરોપી હનિયાએ તેને ઊભો રખાવીને છરી બતાવી હતી. આ તીક્ષ્ણ હથિયારની ડર બતાવી આરોપી અશરફ પાસેથી તેની રૂા. 90,000/- ની કિંમતની આ બાઇક લૂંટીને ભાગી હતો.
-મળતી માહિતી