ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 93,00,000 ને પાર.

કોરોના વાયરસના કેસ દેશમાં અને દુનિયામાં દિવસેને દિવસે વધતાં જાય છે. ભારતમાં કોરોના મહામારી ઘટવાનું કે ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. દરરોજ 40,000થી ઉપર જ કેસ મળતાં હોય છે. તા. 27-11 શુક્રવાર ની તુલનાએ 28-11 શનિવારે કેસ ઓછી સંખ્યામાં મળ્યા છે. શુક્રવારે 43,082 નવા કેસ મળ્યા હતા ત્યારે આજે 41,322 દર્દી મળ્યા છે. આ દરમિયાન 485 લોકોના મોત પણ થયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 93,00,000 ને પાર કરી ગઈ છે. જ્યારે દુનિયામાં સંક્રમિતોનો આંકડો 61,964,890એ પહોંચ્યો છે. વાયરસથી 1,448,285 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે, તો 42,782,198 લોકો વાયરસને હરાવીને ઘેર પરત ફર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41322 કેસ મળ્યા છે. આ દરમિયાન 485 દર્દીઓએ દમ તોડી દેતાં મૃત્યુઆંક 1,36,200 થવા પામ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 93,51,110એ પહોંચી છે. અત્યાર સુધી 87,59,969 લોકોએ વાયરસને હરાવીયો છે અને સારવાર મેળવીને ઘેર પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 41452 દર્દીઓ સાજા થયા છે. અત્યારે 4,54,940 દર્દીઓની સારવાર ચાલી રહી છે.મહારાષ્ટ્રના પંઢરપુર-મંગલવેદ વિધાનસભા ક્ષેત્રથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ધારાસભ્ય ભરત ભાલકનું આજે પૂણેની રુબી હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેમણે કોવિડ-19 લાગુ પડી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

-મળતી માહિતી