કોરોના ટેસ્ટ નેગેટિવ હોય છતાં પણ લક્ષણો દેખતા હોય તો,તેનો સ્વાઈનફ્લુ ટેસ્ટ ફરજિયાત કરવાનો રહેશે.

વિશ્વમાં કોરોના કેસ ખૂબ ઝડપે વધી રહ્યા છે ત્યારે કેન્દ્રિય આરોગ્ય નિષ્ણાતની ટીમે અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લીધી હતી. કેન્દ્રિય આરોગ્ય ટીમ દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત રેપિડ એન્ટિજન નેગેટિવ હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ અવશ્ય કરાવવાનો રહેશે. જે દર્દી સિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતો હોય અને રેપિડ એન્ટિજન તેમજ આરટી-પીસીઆર બંને ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેણે સ્વાઇન ફ્લૂ માટેનો ટેસ્ટ કરાવવો પડશે. કોરોનાં ટેસ્ટિગ અંગે રાજય સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાની રીતે પોઝિટિવ દર્દીના નજીકના સંપર્કમાં હોય તેવા વ્યક્તિએ 5(પાંચ) થી 7(સાત) દિવસે રેપિડ એન્ટિજન ટેસ્ટ અવશ્ય કરવો પડશે. આનાં લક્ષણો હોય તેવા લોકોના તાત્કાલિક ટેસ્ટ કરવો પડશે.આવા દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન રાખી દૈનિક ધોરણે માર્ગદર્શિકા મુજબ મોનિટારિંગ કરવાનું રહેશે. હોમ ક્વોરન્ટાઇનનું પાલન ન કરતા કોરોના દર્દીને જરૂર જણાયે ફેસિલીટી ક્વૉરન્ટાઇન કરવાના રહેશે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે દિવાળી પહેલા રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો હતો. રાજ્યમાં દરરોજ 800 થી 900 કેસ સામે આવી રહ્યા હતા. દિવાળી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દિવાળી પછી સરેરાશ પ્રતિદિન રાજ્યમાં 1,400 થી 1,500ની વચ્ચે કોરોનાના કેસ આવે છે. 

-મળતી માહિતી