વાયુ પ્રદૂષણને કારણે યાદશક્તિમાં ઘટાડાનું પ્રમાણ જોવા મળ્યું.

હાલમાં જ એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ઉચ્ચ વાયુ પ્રદૂષણ હોય તેવા વિસ્તારોમાં રહેતાં વૃદ્ધ મહિલાઓમાં યાદશક્તિ ઘટી જવાની બીમારી જોવા મળી રહી છે. જનરલ ન્યુરોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં અભ્યાસુઓએ સૂક્ષ્મ પ્રદૂષક કણોને જોવા મળ્યા છે. આ કણ શ્ર્વાસ દ્વારા મહિલાઓના દિમાગમાં પહોંચે છે. જેના કારણે મગજ સંકોચાઈ જાય છે.યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયાના અભ્યાસુ ડાયના યૂના દ્વારા જાણવા મળ્યું કે, મગજનું ઓછું વોલ્યુમ ડિમેન્શીયા અને અલ્ઝાઈમરના મુખ્ય જોખમો પૈકીનું એક છે. આ પ્રદૂષક મગજના તંત્રમાં ફેરફાર કરી નસને નુકસાન પહોંચાડે છે. જેના કારણે અલ્ઝાઈમર થવાની સંભાવના વધી જાય છે.આ અભ્યાસમાં સરેરાશ 78 વર્ષના 712 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. ભાગ લેનારા લોકોનું સૌથી પહેલાં MRI કરાયું હતું. અભ્યાસુઓએ તેના નિવાસસ્થાનોમાં વાયુ પ્રદૂષણના સ્તરને જાણ્યું હતું. ત્યારબાદ 3(ત્રણ) વર્ષ સુધી મહિલાઓ અને વાયુ પ્રદૂષણના સ્તર ઉપર નજર રાખી હતી. એક મશીન લર્નિંગ ટુલની મદદથી મગજમાં થનારા સંકુચનનો પતો પણ મેળવ્યો હતો. જે મહિલાઓ વધુ પ્રદૂષિત વિસ્તારમાં રહેતી હતી, તેમાં અલ્ઝાઈમર થવાનો ખતરો 24 % વધુ જોવા મળ્યો હતો. અલ્ઝાઈમરથી બચવા માટે ડોક્ટરો દ્વારા લોકોને દાળ-શાકભાજી, માછલી, બ્રોકલી, બીન્સ સહિતનું ભોજન લેવાની સલાહ અપવામાં આવી રહી છે.

-મળતી માહિતી