કોવિડની પરિસ્થિતિમાં પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમમાં કાલથી રાબેતા મુજબ દર્શન શરૂ.


રણછોડદાસજી બાપુ આશ્રમ- રાજકોટ દ્વારા કોરોના મહામારીને લીધે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જે તારીખ 1ના મંગળવાર થી રાબેતા મુજબ દર્શન ચાલુ થશે. સરકારની ગાઈડલાઇન મુજબ લોકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે, ફરજીયાત મોઢા પર માસ્કનું પહેરવાનું રહેશે. પ.પૂ. શ્રી સદગુરુદેવ ભગવાનના દર્શન નો લાભ સવારે 6થી બપોરે 12.30 તથા બપોરે 4થી સાંજના 7 વાગ્યા સુધી સૌ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો લઈ શકશે. બાપુએ લોકોને રોગોમાંથી મુક્તિ આપવા માટે ઔષધીય રીત બતાવેલ હતી, જેને તેઓએ અમૃતધારા કહી હતી. જે અમૃતધારાનો પ્રયોગ માટે કપુર (રાસ કે ભીમસેની), મેન્થોલ, પીપરમેન્ટ, અજમાના ફુલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ 50/100/200 ગ્રામ ત્રણે વસ્તુ ભેગી કરવાથી 24 કલાકમાં તે આપોઆપ પ્રવાહી બની જાય છે અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધીય એરટાઈટ બોટલમાં રાખવામાં આવે છે.કફ, શરદી વિગેરે જેવા રોગો માટે અમૃતધારા ઉત્તમ છે. અમૃતધારા, ઉલ્ટી, ઝાડા, તાવ, શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો, પેટના રોગો (આફરો, મેદાગ્નિ, એસીડીટી) તથા દાંતના રોગો પાયોરીયા, મોઢામાં પરૂ, હલતા, દુ:ખતા દાંત, મોની, દુર્ગંધ વાયુ, સાંધાનો દુ:ખાવો, રકત વિકાર, કફ, દમ, કાનનો દુ:ખાવો, પરૂ નિકળવું, જંતુના ડંખ વિગેરેમાં અમૃતધારા ઉપયોગી છે.ગુરૂદેવ જણાવેલ છે કે, દુધ પીવડાવતી માતાએ અમૃતધારાનો ઉપયોગ ન કરવો, કારણ કે કપુર દુધને શુકવી નાંખે છે.અમૃતધારાની કોઈ આડ અસર નથી. અમૃતધારા ઔષધ વાપરવાની રીત- જરૂર પડે તો સીધો ઉપયોગ કરવો, નવશેકુ પાણી, સાકર કે મધ સાથે અમૃતધારાનાં એક-બે ટીપા લઈ શકાય છે.અમૃતધારા મેળવવા- પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ, કુવાડવા રોડ, રાજકોટનો સંપર્ક કરવો તેમ ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણીએ જણાવેલ છે.
મળતી માહિતી