ટપ્પર ગામથી પત્રી-કુંદરોડી માર્ગ બિસમાર હાલતમાં,વાહનચાલકો મુશ્કેલીઓ ભોગવી પડે છે.

copy image

ટપ્પર ગામથી પત્રી-કુંદરોડી માર્ગ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે મુશ્કેલીઑ વેઠવી પડી રહી છે. ટપ્પરના યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણવા મળ્યું હતું કે, ટપ્પર-પત્રી-કુંદરોડી 16 કિ.મી.નો માર્ગ તાજેતરમાં જ નવો બનેલો છે. તેમાં નબળી ગુણવતા તેમજ અતિવૃષ્ટિના લીધે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, રોડ બેસી ગયો છે. ચોમાસું પૂર્ણ થઈ ગયા છતાં હજુ રોડને રિપેર કરવામાં ન આવતાં વાહનચાલકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે, અને નાના-મોટા અકસ્માતો થાય છે. આ રોડ ત્રણ વર્ષની ગેરંટી પિરિયડમાં આવતો હોવાથી રસ્તાનું રિપેરિંગ કામ જે-તે જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. જો આ બિસમાર માર્ગને સુધારવામાં નહીં આવે તો ગામના જાગૃત નાગરિકો દ્વારા જલદ કાર્યક્રમો અપાશે તેવી ચીમકી શ્રી જાડેજા દ્વારા આપવામાં આવી છે.

મળતી માહિતી