ભુજ સહિત અનેક જિલ્લામાં કોરોનાના નવા કેસમાં વધારો.
ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ જિલ્લા મથકે 7 અને તાલુકામાં 3 મળી ટોટલ 10 સહિત જિલ્લામાં આજે કોરોનાના નવા 22 કેસના આંક નોંધાયા હતા. અબડાસાના કનકપર ગામમાં એક જ પરિવારના સાત સહિત આઠ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છતાં પણ તંત્રના ચોપડે અબડાસામાં નવા કેસનો આંકડો કોરો રહ્યો હતો. શહેરી વિસ્તારમાં ભુજ સિવાય ગાંધીધામમાં 6 અને અંજારમાં 1 મળી ટોટલ 14 કેસ તો ગ્રામ્ય વિસ્તારમાં નખત્રાણામાં 2, માંડવી, મુંદરા અને અંજારમાં 1-1 કેસ નોંધાયો હતો. અબડાસામાં કોરોનાએ જાણે અડિગો જમાવી બેઠો હોય તેમ નાનકડા એવા મુખ્યત્વે પાટીદાર સમાજની વસતી ધરાવતા અને વિધાનસભા પેટાચૂંટણી વખતે ચર્ચામાં રહેલાં કનકપર ગામમાં એક સાથે 8(આઠ) લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં એક જ પરિવારના રહેતા 7(સાત) સભ્યો અને એના સંપર્કમાં આવેલી 1(એક) વ્યક્તિનો સમાવેશ થાય છે. હાલમાં ધન્વંતરિ રથ જે ગામેગામ જઈ સર્વે કરી લોકોનો રિપોર્ટ મેળવી રહી છે. સવારે ધન્વંતરિ રથ જ્યારે આ ગામે પહોંચ્યો ત્યારે 55 જેટલા લોકોનો સવાર થી બપોર સુધી ટેસ્ટ કરવામાં આવતાં તેમાંથી 8(આઠ) લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગામમાં પણ હાહાકાર મચી ગયો હતો. અબડાસા તાલુકામાંથી કપાસ વીણવા માટે આવતા મજૂરોની પણ આ વિસ્તારોમાં સતત આવજાવ વધતી જાય છે. જેની કોઈ પણ જાતની તપાસ કરવામાં આવતી નથી. વાડી-વિસ્તારોમાં રહેતા આવા મજૂરો અનેકના સંપર્કમાં આવ્યા હોવાનો અંદાજો લાગવામાં અવ્યો છે. આ કામગીરીમાં તાલુકા હે.ઓ. એમ. કે. સિન્હા, ધન્વંતરિ રથના ડો. એકતા ગોપટ, લેબ. ટે. વિક્રમ સોલંકી, ફાર્માસિસ્ટ મુકેશ કુમાર, તાલુકા સુપરવાઈઝર ગોપાલ પીઠવા સહિત મેડિકલની ટીમ આ કાર્યમાં જોડાઈ હતી. વાડીલાલ પોકારે સાથ સહકાર આપ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 3228 થયો છે. 19 દર્દીને રજા અપાતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2898 પર પહોંચી છે. જ્યારે સક્રિય કેસનો આંક વધીને 217 પર પહોંચ્યો છે.
-મળતી માહિતી