જખૌ બંદર પર પાણી વિતરણ બાબતે થયેલ રજૂઆત મામલે ગઈ કાલે તંત્ર દ્વારા સ્થાનિક તપાસ કરવામાં આવી

અબડાસા તાલુકાના જખૌ બંદર પર પીવાના પાણી બાબતે સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તા :- 17/11/2020 ના રોજ સર્વોદય મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી ના પ્રમુખ શ્રી કાસમ સંઘાર દ્વારા ઉચ્ચ કક્ષાએ મેઈલ મારફતે વિતરણ વ્યવસ્થા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત અનુસાર અમુક લોકો દ્વારા મન મરજી થી પોતાના માછલીના ધંગા સુધી તંત્ર ની કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના લાઈન નાખી દીધેલ છે. રજૂઆત માં પ્રમુખે ઉલ્લેખ કર્યો હતો કે જે કોઈ પણ જવાબદાર જણાય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. થયેલ રજૂઆત સંદર્બે ઉચ્ચ કક્ષાએથી કાલે જખૌ બંદર પર સ્થાનિક પંચ રોજ કામ કરી જાત નિરીક્ષણ કરવામાં આવ્યો