ગઢશીશાની બૅન્કમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરની વ્યવસ્થાનો અભાવ

દેનાબૅન્ક અને બૅન્ક ઓફ બરોડા (BOB) નું જોડાણ થયું છે ત્યારથી તમામ ખાતેદારોને મુશ્કેલીનો વેઠવી પડે છે. આ વધતી જતી કોરોના પરિસ્થિતી વચ્ચે સરકાર દ્વારા કોવિડ-19 માટે જે સૂચનો બહાર પાડવામાં આવીયા છે, ત્યારે બૅન્ક ઓફ બરોડામાં હાલના સમયમાં ગઢશીશા તથા નજીકના ગામડાઓનાં મળી કુલ 60,000 થી વધારે ખાતેદારો વ્યવહાર સાથે જોડાયેલા છે અને તેના કારણે વ્યવારિક છે કે બૅન્કમાં ભીડ પણ થાય છે. પરંતુ કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા જે ગાઇડ લાઇન બનાવમાં આવી છે તેનું પાલન થતું જ નથી. સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું તો ખાતેદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. બૅન્કના અમુક ખાતેદારો કયારેય લાઈનમાં ઊભા રહેતા જ નથી જોવા મળ્યા ત્યારે આ સામાન્ય માણસો કે ખાતેદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. કયારેક તો કર્મચારીના તોછડાંયા ભર્યું વર્તન કરે છે તો સામનો પણ કરવો પડે છે. પ્રિન્ટર મશીન બંધ છે તેવું કહેવામાં આવે છે.ત્યારે ખાતેદારોને મોબાઈલમાં બેલેન્સના મેસેજ આવતા હોય તે પણ બંધ છે અને આ એસ.એમ.એસ.નો પણ ચાર્જ બૅન્ક દ્વારા વસૂલવામાં આવે છે. જેના કારણે પાસબુક કલીયર કરાવવા માટે પણ કલાકો સુધી ઊભા રહેવું પડે છે. બૅન્ક ઓફ બરોડા(BOB)માં હાલમાં ગામની મોટી સંસ્થા એવી વેપારી મંડળ, શૈક્ષણિક સંસ્થાઓ, કર્મચારી વર્ગ, વીજ કંપનીના કર્મચારીઓ, શિક્ષકો, ખેડૂત વર્ગ વગેરે મોટા પ્રમાણમાં વ્યક્તિઓ ખાતાં ધરાવે છે. બૅન્ક દ્વારા ખાતેદારોને યોગ્ય સુવિધા આપવામાં આવે તે જરૂરી બન્યું છે.
-મળતી માહિતી મુજબ