માધાપરમાં મહિલા સાથે વિધવા પેન્શન શરૂ કરવાના નામે છેતરપિંડી

માધાપર ગામમાં રહેતા હંસાબેન નામનાં એક 70 વર્ષીય વિધવા મહિલા સાથે છેતરપિંડી નો બનાવ સામે આવ્યો છે. તેમણે એમ કહેવામાં આવ્યું કે તેઓ વિધવા પેન્શન શરૂ કરાવી આપશે તેમ અજ્ઞાત મહિલા દ્વારા રૂા. 40,500ની છેતરપિંડી કરાયાની ઘટના સામે આવી છે. માધાપરમાં જૂનાવાસ વિસ્તારમાં રહેતાં હંસાબેનનાં ઘરે મધ્યાહ્નેમાં અજાણી સ્ત્રી ગઇ હતી. તેણે વિધવા પેન્શન ચાલુ કરાવી આપવાની વાત કરી હતી. વિશ્વાસ જીતી લીધા બાદ ચાલો બેન્કમાં જવું પડશે અને એ રીતે સાથે લઈ જઈ રસ્તામાં કાનમાં પહેરેલાં સોનાનાં બુટિયાં ઉતારી નાખો નહીંતર પેન્શન નહીં મળે એમ કહી બુટિયાં ઉતરાવાયાં હતાં. આ પછી આ બુટિયાં અને રોકડા રૂા. 500 લઇને નાશી છૂટી હતી. આ ઘટના બાબતે વિધવા મહિલાના પુત્ર જગદીશ વ્રજલાલ બગાએ ફરિયાદ લખાવી હતી. આ બનાવ સી. સી. ટી. વી. કેમેરામાં કેદ થઈ જતાં પોલિસ કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી મુજબ