વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું

વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું. સગીરાના પિતાએ વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલિસએ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીરાને હિરાસર ગામનો કિશન જકસીભાઈ નામનો વ્યક્તિ અપહરણ કરીને ભગાડી ગયો છે. તેની હાલમાં સગીરના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તપાસ હાથ ધરી છે.
-મળતી માહિતી મુજબ