મોરબી નજીક ભારે અકસ્માત સર્જાયો

copy image

મોરબી નજીક આવેલા ભરતનગર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બાઇક લઇને પસાર થઇ રહેલા ભવનભાઈ ગોવિંદભાઇ પાંચોટીયા (ઉંમર: 75) ના બાઇકને ટ્રક નંબર જીજે 12 એ ડબ્લ્યુ 0867 ના ચાલકે અડફેટે લેતા ભવનભાઈને હાથ-પગમાં અને શરીરમાં ગંભીર ઇજાઓ પોંહચી છે. જેથી તેઓને સારવારમાં માટે ખસેડવામાં આવ્યા છે અને હાલમાં તેઓના દિકરા બાલકૃષ્ણભાઈ ભવનભાઈ પાંચોટિયા (ઉંમર: 41) રહે ભરતનગર વાળાએ ટ્રકચાલક સામે મોરબી તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

-મળતી માહિતી મુજબ