કૌન બનેગા કરોડપતિમાં 3 નારીઓ બની કરોડપતિ : દેશમાં નારીઓનો થતો વિકાસ દેખાયો


કૌન બનેગા કરોડપતિની ચાલુ સિઝનમાં ત્રણ ત્રણ નારીઓ કરોડપતિ બની એ ખૂબ ઉત્તમ બાબત કહેવાય. .જેઓએ સ્ત્રી સશક્તિકરણનું એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશની ત્રણ મહિલાઓ કમ સે કમ જ્ઞાનની આ કસોટીમાં સો ટચનું સોનું બની દિવાળી અને નવા વર્ષે ઓર જ ગમતું કરી દીધું છે. વર્તમાન સમયમાં આ એક ઐતિહાસિક ઘટના દેશને નારી શક્તિ માટે આવનાર સમયમાં નવી પ્રેરણા પૂરી પાડશે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હિન્દુ ભૂમિના નારી રત્નો આગળ વધો તમારા માટે સોનેરી ભવિષ્ય સુવર્ણ તકો વિવિધ ક્ષેત્રોમાં રાહ જોઈ રહી છે તે કહેવાની પણ હવે બિલકુલ જરૂરત નથી.જતાં સમયની સાથે દેશની નારીઓ પણ હવે જ્ઞાન મેળવવા માટે જાગૃત થઈ છે. અને વિવિધ ક્ષેત્રમાં તેમનું કૌશલ્ય પણ બતાવી રહી છે.

-મળતી માહિતી મુજબ