મધમાખીના હુમલા ને કારણે વિમાન એક ક્લાક લેટ થયું

copy image

ફ્લાઇટ પર મધમાખી એ હુમલો કર્યો હોય ને તેના કારણે ફ્લાઇટ મોડી પડી હોય તેવું આપણે ક્યારેય સાંભડેલું નહીં હોય. કોલકત્તામાં વિસ્તારાના એરલાઈન્સના બે એરક્રાફટ સાથે આવું બન્યું છે કે તેના ઉપર લાખોની સંખ્યામાં મધમાખીઓ આવીને બેસી ગઈ હતી.આ ઘટનામાં બારીવાળા ભાગને પણ મધમાખીઓએ ઢાંકી દીધો હતો આટલી હદે મધમાખીઓ વિમાન પર બેસી ગઈ હતી. એરલાઈન્સ સાથે જોડાયેલા પ્રવક્તાએ જણાવ્યું કે આ રવિવારની સાંજ અને સોમવારે સવારે બનેલી આ ઘટનાઓ છે. બન્ને દિવસે આ પ્રકારે મધમાખીઓએ હુમલો કર્યો હતો . પ્લેન ઉપર એટલી મધમાખીઓ આવી ગઈ હતી કે તેને હટાવવા પાછળ લાંબો સમય લાગ્યો હતો. લાખો મધમાખીઓ પ્લેન ઉપર આવીને બેસી ગઈ હતી. આ પછી તેને હટાવવા માટે વોટર જેટ સ્પ્રે કરાયો હતો. જે પ્લેન સાંજે 5:30એ ઉપડવાનું હતું. તે 6:30 વાગ્યે ઉડ્યું હતું આમ એક ક્લાક જેટલો સમય માખી ને હટાવવામાં લાગ્યો હતો. આગલા દિવસે ફરીથી વિસ્તારના ગ્રાઉન્ડ સ્ટાફ કર્મચારીઓએ આંચકો અનુભવ્યો હતો. તેમણે જોયું કે ફરીથી વિસ્તારાના જ એક પ્લેન ઉપર મધમાખીઓ બેસી ગઈ છે. આ પ્લેન પોર્ટ બ્લેયર જવાનું હતું અને તેનો સમય 10:30 વાગ્યાનો હતો. ફરીથી વોટર જેટની મદદ લેવામાં આવી હતી. આ પ્લેનને પણ ટેક ઓફ થવામાં 11:30 વાગી ગયા હતા. પાયલોટે જણાવ્યું કે જ્યાં સુધી મધમાખીઓ ઉડી ન જાય ત્યાં સુધી પાયલોટ પ્લેન ઉડાવી શકતાં નથી કેમ કે પ્લેન ઉડાવવામાં આવે તો મોટી ઘટના બનવાની આશંકા રહેતી હોય છે. કોલકત્તા એરપોર્ટના ડાયરેક્ટર કૌશિક ભટ્ટાચાર્ય જણાવે છે કે આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તેમણે કહ્યું કે એરપોર્ટ ગ્રાઉન્ડ અને ટર્મિનલ બિલ્ડિંગને જોવામાં આવી રહ્યું છે કે ક્યાંક મધમાખીઓએ મધપુડો તો બનાવી લીધો નથી ને ? જો કે તેને ભગાડવા માટે સ્પ્રે પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી મધપુડો મળ્યો નથી. આ પહેલાં પણ આવું બન્યું હતું અને ત્યારે પણ મધપુડો જોવા મળ્યો નહોતો. એવું મનાય રહ્યું છે કે આ મધમાખીઓ પ્રવાસી હોઈ શકે છે.

-મળતી માહિતી મુજબ