ફરી એકવાર ‘બુરેવી’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા

હજુ તો કોરોના મહામારી મુસીબતનો હલ થયો નથી, ત્યાં તો બીજી મુસીબતનો દોર ચાલુ જ છે. ત્યારે ચક્રવાતી વાવાઝોડા સતત ચાલુ છે. કેટલાક દિવસ પહેલા નિવાર વાવાઝોડાએ દક્ષિણના રાજયોમાં તબાહી મચાવી હતી. હજુ તેને અઠવાડિયું પણ થયું નથી, ત્યારે હવામાન વિભાગે આજે એક વધુ વાવાઝોડુ ‘બુરેવી’ની ચેતવણી બહાર પાડી છે. બંગાળની ખાડીમાં હાઈપ્રેસરથી આજે 2 તારીખે મોડીરાત્રે ચક્રવાતી વાવાઝોડું આવી શકે તેવું જણાવવામાં આવ્યું છે. આ વાવાઝોડુ ‘બુરેવી’ સાંજે અથવા રાત્રે ત્રિંકોમાલી નજીક શ્રીલંકા તટ પરથી પસાર થવાની આગાહી છે. આ દરમિયાન 75 થી 85 કિલોમીટરની ઝડપે દર કલાકે પવન ફુંકાશે. ત્યાર બાદમાં 3 ડિસેમ્બરે સવારે મનારની ખાડી અને નજીકના કોમોરીન વિસ્તારમાં વાવાઝોડુ પહોંચવાની શક્યતા છે અને 4 ડિસેમ્બર સુધીમાં કોમોરિન ક્ષેત્ર, મનારની ખાડી, દક્ષિણ તામિલનાડુ, કેરળ અને શ્રીલંકાના પશ્ર્ચિમ તટ પર પણ ખતરાની ચેતવણી આપવામાં આવી છે. ઉપર આપેલ રાજયોમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું તીવ્રતા વધી જશે.
-મળતી માહિતી મુજબ