અંતરજાળમાં જુગાર રમતા રૂ. ૩૩૫૦૦ રોકડા સાથે ૬ ખેલીયો ઝડપાયા .

અંતરજાળના શાઇધામ સોસાયટીમાં દરગાહ નજીક ગંજી-પાનાનો  હાજર-જીતનો જુગાર રમતા રોકડા  ૩૩૫૦૦/- સાથે  ૬ શખ્સોને પોલીસે  ઝડપી પાડ્યા હતા. આદિપુર પોલિસે મળતી વિગતો મુજબ જણાવ્યુ હતું કે, અંતરજાળના સાઇધામમાં ગંજી પાનાનો જુગાર રમતા કમા ખેંગાર આહીર ,વિપુલ વિક્રમ દરજી ,રાજેશ ભગવતનારાયન તિવારી , જીતેન્દ્ર ગિરિ અરજણગીરી ગોસ્વામી , ભરત ખોરા મારાજ , ખીમા વાલા ગોહિલને રોકડા રૂ/ ૩૩૫૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. સુખપર ખાતે જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળતી વિગતો મુજબ ગઈ કાલ સાંજે સુખપર ગામે ભાણભટ્ટનગરમાં તીનપતિનો જુગાર રમતા જૂસબ મામદ નોડે(રહે મીરજાપર ), અનવર જૂસબ બાફણ( રહે નાગિયારી ) બુઢા મામદ મેર (રહે કૂવાથડા) ,આરીફ જૂસબ ચાંકી (રહે. માનકુવા તા. ભુજ ) ને  માનકુવા સહાયક ફોજદાર રમેશચંદ્ર સિજુએ છાપો મારી રૂ. ૩૬૦૦ તથા ૧૫૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ સહિત ૪૮૧૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *