ભુજ શહેર માં બેંક ઓફ બરોડા ના એટીએમ માં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે બેદરકારીના કિસ્સા પણ એટલા જ જોવા મળે છે ત્યારે ફરી એક વાર ભુજ શહેર માં બેંક ઓફ બરોડા ના ATM માં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા.ATM ની બહાર સિક્યોરિટી ગાર્ડ ના હોવા ના કારણે સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનો ભંગ કરતા લોકો જોવા મળ્યા.લોકો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ બેન્ક પાસ બુક એન્ટ્રી હોય કે અન્ય કોઈ ફોર્મ લેવું હોય ધર્મ ના ધકા ખાવા પડે.તેમજ બેન્ક ના કર્મચારીઓ દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા આ બાબતે બેન્ક ના ઉચ્ચ અધિકારી ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે