પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક કાશીનાથ ભવન-ભુજ ખાતે સંપન્ન થઈ

પ્રાથમિક શૈક્ષિક મહાસંધ કચ્છ જિલ્લા ની કારોબારી ની બેઠક ની શરૂઆત સરસ્વતી વંદના થી કરવામાં આવી.ત્યાર બાદ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા કારોબારી ના એજન્ડા વિશેની માહિતી આપી જિલ્લા સંગઠનની ગતિવિધિ નો ચિતાર રજૂ કર્યો હતો.ત્યારબાદ જિલ્લા કારોબારી દ્વારા વિવિધ ઠરાવો પસાર કરી કચ્છ જિલ્લા ના તાલુકાના અધ્યક્ષ/મંત્રી/સંગઠનમંત્રી ના નામો ની ઘોષણા કરી માન્યતા પત્ર આપવામાં આવ્યા હતા. કાર્યકારી અધ્યક્ષશ્રી રામસંગજી જાડેજા દ્વારા સંગઠનના માળખાને વધુ મજબૂત કરવા આહવાન કરાયું હતું. જિલ્લા અધ્યક્ષશ્રી કિશોરસિંહ ચુડાસમા દ્વારા શિક્ષકોના તાલુકા,જિલ્લા,અને રાજ્ય ના પ્રશ્નો બાબતે ચિંતા કરી ઉપલી કક્ષાએ રજુઆત કરવાની ખાતરી આપી હતી. પ્રાંત ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા દ્વારા પ્રાંત કક્ષાએ થતા વિવિધ કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. આ બેઠક માં આગામી 08 ડિસેમ્બર 2020 થી 4200 ગ્રેડ પે,Htat મુખ્ય શિક્ષકો ના તથા શિક્ષકો ના અન્ય પડતર પ્રશ્નો વિશે રાજયકક્ષાએ યોજાનાર ધારણા કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવી હતી.શિક્ષકોના પ્રશ્નો અંતર્ગત વિવિધ તાલુકા અધ્યક્ષશ્રી ઓ દ્વારા શિક્ષકો,સી આર સી / બી આર સી, એચ.ટાટ,ચિત્ર-વ્યાયામ-સંગીત શિક્ષકોને સ્પર્શતા વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી,સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયા,જિલ્લા સહ મંત્રી કાંતિભાઈ રોઝ,રાજ્ય પ્રતિનિધિ નારણભાઇ ગઢવી, શામજીભાઈ વરચંદ,કોષાધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી,જિલ્લા ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ગળચર,અબડાસા તાલુકા બી આર સી લખધીરસિંહ જાડેજા તથા માંડવી અધ્યક્ષ રસિકભાઈ પરમાર,ભચાઉ તાલુકા અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા,લખપત તાલુકા અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ,ગાંધીધામ તાલુકા અધ્યક્ષ દલપતભાઈ સોલંકી,રાપર તાલુકા અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા,ભુજ તાલુકા અધ્યક્ષ સાંમજીભાઈ કેરાસિયા,મુન્દ્રા તાલુકા મંત્રી ભરતભાઇ સાતુના,માંડવી મંત્રી હિરેનભાઈ વાછાણી,ભચાઉ મંત્રી સુવાસભાઈ નાયક,ગાંધીધામ મંત્રી રમેશભાઈ પ્રજાપતિ,અંજાર તાલુકા કોષાધ્યક્ષ હસમુખભાઈ પરમાર,માંડવી સંગઠન મંત્રી મેહુલભાઈ શાહ,ભચાઉ પ્રચાર પ્રમુખ હિતેશભાઈ પાવર,રાપર તાલુકા આંતરિક ઓડિટર ઠાકર રમેશજી,ભુજ તાલુકા મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ તથા સંગઠન મંત્રીઓ તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કારોબારી નું સંચાલન જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલે કર્યું હતું.તેમજ સમગ્ર વ્યવસ્થા ભુજ તાલુકા મંત્રી પ્રવીણભાઈ ચૌહાણ, સહ સંગઠન મંત્રી જગદીશભાઈ ડાંગર,તેમજ કારોબારી સભ્ય વિપુલભાઈ ઝાલાએ સાંભળી હતી.તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયા ની યાદીમાં જણાવાયું છે.