ભુજમાં ડિઝલના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

ભુજમાં એલસીબીની ટીમે ડીઝલ ચોરીના બનાવમાં બે ઈસમોની ધરપકડ કરીને તેની ઊલટ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં બે ગુનાની કબૂલાત આપવામાં આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર મોટા દિનારાના ઈસ્માઈલ આમદ સમા (ઉ.વ. ૩૯ ) તથા નાના દિનારાના જકરિયા રમજાન સમા (ઉ.વ. ૨૫ ) ને શંકાસ્પદ ૫૦૦ લિટર ડીઝલ સાથે ઝડપી પાડ્યો હતો . બંને ઇસમો પાસે ડીઝલ અંગેના કોઈ બિલ કે આધાર પુરાવા ન હોતા અને ચોરી કે છળકપટથી મેળવેલનું જણાવતા સીઆરપીસી કલમ ૧૦૨ હેઠળ   ડીઝલને કબ્જે લઈ બંને ઇસમોની  ધરપકડ કરી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. આ ઈસમોની પૂછતાછમાં ગત તા.૨૬/ ૦૨/ ૨૦૧૮ ના માધાપર હાઇવે ઉપર આવેલ દિપક પેટ્રોલ પંપ સામે વસંત ઓટો મોબાઈલ નામની દુકાન નજીક પાર્ક કરેલ ટ્રક જી.જે. ૧૨ એઝેડ . ૬૧૬૨ માથી ૩૦૦ લિટર ડીઝલ કિં રૂ. ૨૧૦૦૦ નું ચોરી  કબૂલાત આપી હતી. આ બાબત માં ગઇકાલે બી ડિવિઝન પોલીસે મથકે ટ્રક માલિક રતનાલના દેવજી જેસા વરચંદે વિધિવત ફોજદારી નોધાવી હતી. જે ગુન્હા અંગે તપાસ પીએસસાઈ એમ. એમ. જોષીએ બન્ને ધરપકડ કરાઇ હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *