ખેડૂતોના પ્રશ્ને ભારત બંધના એલાનને લઈને બંધના એલાનને બોટાદ ખાતે મિશ્ર પ્રતિસાદ મળેલ છે

બોટાદ: આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલ હતું. જેમાં આજરોજ બોટાદ ખાતે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળવા પામેલ છે. જ્યારે બોટાદમાં અમુક દુકાનો ખુલ્લી તેમજ અમુક દુકાનો બંધ જોવા મળેલ હતી તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખુલ્લુ રાખવામાં આવેલ હતો. પરંતુ ખેડૂતો દ્વારા કોઈ માલ લાવવામાં આવેલ ન હતો તેમજ આ ભારત બંધના એલાનને લઈને પોલીસ દ્વારા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના ખેડૂત આગેવાનો સંજયભાઈ પટેલ તેમજ હસમુખભાઈ કોરડીયા ની પોલીસે સવારમાં અટકાયત કરી હતી તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ મહામંત્રી તથા કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખ જગદીશભાઈ ઇટાલીયા તથા અન્ય કોંગ્રેસ કાર્યકરોની પણ બોટાદ પોલીસે જ્યોતિગ્રામ સર્કલથી અટકાયત કરેલ છે. ભારત બંધના એલાનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર બોટાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે તેમજ તમામ પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.