ભાવનગર રાણીકા હેઠાણ ફળી પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો નંઞ -૩૫ કિં.૧૦૫૦૦/- નો કેસ શોધી કાઢતી ગંગાજળીયા પોલીસ

મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ દ્રારા ભાવનગર જીલ્લામાં પ્રોહિબીશનની બદી નેસ્તનાબૂદ કરવા અંગેની સુચના આપેલ જે સુચના અંતગર્ત તેમજ ભાવનગર ડીવીઝનનાં IC નાયબ પોલીસ અધિક્ષક એ.એમ સૈયદ સાહેબ નાં માર્ગદર્શન હેઠળ ગંગાજાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જી.પટેલ સાની સુચના અન્વયે,

ગંગાજળીયા પોલીસ સ્ટેશનના  પોલીસ સ્ટાફનાં માણસો ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન  ASI  કે.બી.વાઘેલા ને બાતમીરાહે   હકીકત મળેલ કે, વિશાલભાઈ મહેશભાઈ ભીલ રહે ક.પરા રાણીકા હેઠાણ ફળી જૂના કુંભારવાડવાળો  પોતાના રહેણાક મકાન ના ઉપરના માળે ઈંગ્લીશ દારૂ છુપાવેલ છે. તેવી હકીકત આઘારે રેડ કરતા  ઇગ્લીશ દારૂ (૧) એપીસોટ  ક્લાસીક  વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૩૫   કિ.રૂ.૧૦.૫૦૦/- મુદામાલ  મળી આવેલ ત્યા આરોપી વિશાલભાઈ મહેશભાઈ ભીલ હાજર મળી આવેલ જેને આ મુદામાલ બાબતે પુછપરછ કરતા રાહુલ જેન્તીભાઇ મકવાણા ભાવનગરવાળો આપી ગયેલ. જે બન્ને વિરુદ્ધ પ્રોહી કલમ- ૬૫ એ.ઈ  ૧૧૬.બી ૮૧ મુજબ નો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે ના પોલીસ ઇન્સ ડી.જી.પટેલ સાહેબ  તથા ASI મહાવીરસિંહ ગોહિલ તથા કુલદીપસિંહ વાઘેલા તથા HC મિતેષભાઈ જોષી તથા PC પ્રકાશભાઈ ગોહેલ તથા   લગ્ધીરસિંહ ગોહિલ તથા મહેન્દ્રસિંહ સરવૈયા  એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા