ભુજ તાલુકાનાં કેરા ગામમાં નોકરીનો પગાર માગવા જતાં ડ્રાઈવર પર એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

ગાંધીધામ:  ભુજ તાલુકાનાં કેરા ગામમાં નોકરીનો પગાર માંગવા જતાં ડ્રાઈવર પર એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જણાવ્યુ હતું કે કેરામાં રહેતા તથા તેના પર દારૂ બાબતે ગુનો નોધાયેલા છે તેવા અનોપસિહ અભેસિહ રાઠોડ નામના શખ્સ પાસે રાજેશગિરિ શંભુગિરિ ગોસ્વામી ડ્રાઇવિંગ કામ કરતો હતો. આ નોકરી બાબતે યુવાન રાજેશગિરિ પગાર માગવા ગયો હતો. દરમ્યાન ઉશ્કેરાઇને અનોપસિહે તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં આ શખ્સને પગમાં ફ્રેકચર સહિત ની  ઇજાઓ થઈ હતી. આ બનાવમાં ઘવાયેલા શખ્સને સારવાર અર્થે ખસેડાયો હતો .

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *