આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ(સેવા-શિક્ષણ-આરોગ્ય)દ્રારા ધાબળાઓનું વિતરણ કરાયું

આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ(સેવા-શિક્ષણ-આરોગ્ય) દ્રારા શરદઋતુની મોસમમાં વ્હાલા “પ્રજ્ઞાચક્ષુ” સુરદાસ મિત્રો કે જેઓ સ્વર ના ઉપાસક પણ છે…તેમને શિયાળાના ગરમ ધાબળાઓનું વિતરણ સાથે અલ્પાહાર કરાવામાં આવ્યું .આજે વિતરણમાં ટ્રસ્ટના મુખ્ય ચેરમેન પરેશભાઈ પ્રેમજીભાઈ ઠક્કર તથા કારોબારી સભ્ય વિજયભાઈ પુજારા સાથે રહ્યા હતા.એ મિત્રોના જીવનમાં હર હંમેશ ખુશી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી એમ આ સંસ્થાના કારોબારી સભ્ય પંકજકુમાર વ્યાસની યાદીમાં જણાવાયેલ છે.