રાપર તાલુકાની ગાગોદર પેટા કેનાલની પુરતા પ્રમાણમાં સફાઈ કરી રવીપાક માટે નર્મદા કેનાલમાં પુરતા પ્રમાણમાં અને છેવાડા સુધી પાણી પહોંચાડવા અંગે રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયાની રાજય સરકાર સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા  ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ સહિત વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સહિત મેનેજીંગ ડાયરેક્ટર સરદાર સરોવર નર્મદા વિભાગ સહિત કરછ કલેક્ટરશ્રી અને અધિક્ષક ઇજનેર સમક્ષ રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર તાલુકાના ગાગોદર ગામે આવેલ નર્મદા પેટા કેનાલની સફાઈ ન થવા તથા વહેલી તકે કેનાલમાં પુરતા પ્રમાણમાં છેવાડા સુધી પહોચાડવા અંગે રજુઆત કરતાં જણાવ્યુ હતું કે રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના રાપર તાલુકાના ગાગોદર પેટા કેનાલ અંગેની રજુઆત કરવામાં આવી છે ત્યારે હાલના સમયમાં ગાગોદર પેટા કેનાલની હાલત ખુબજ દયનીય છે.જે અંગેના ફોટોગ્રાફ તથા વિડીયો સહિતના પુરાવા રાજય સરકારને મોકલતા જણાવ્યુ હતું  કે આ સમગ્ર વિસ્તારના ખેડુતો આ નર્મદા કેનાલના પાણી માટે વલખાં મારી રહ્યા છે.આ ગાગોદર પેટા કેનાલની કોઈ પણ પ્રકારે સાફસફાઈ કરાતી નથી.તેમજ દિવસે ને દિવસે બંને સાઈડોમાં રહેલી માટી કેનાલ વચ્ચે આવી રહી છે.અને કેનાલ પુરાણ થઈ રહી છે.જેથી કરીને કેનાલ સાથે સંકળાયેલા ખેડુતો માંથી ત્રીસ ટકા જેટલા ખેડુતોને આ કેનાલનો લાભ મળતો નથી.તેમજ આ કેનાલમાં જરૂરિયાત મુજબનું પુરતુ પાણી પણ છોડાતું નથી.જેથી કરીને દિવસે ને દિવસે ખેડુતોની ફરિયાદો વધી રહી છે.અને તેની સામે તંત્રની ઉદાસિનતા દેખાઈ રહી છે.સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવતી નથી.જેનો ભોગ આ વિસ્તારના ખેડુતો બની રહ્યા છે.સાથો સાથ કોન્ટ્રાકટર દ્વારા પણ આ અંગે ગંભીરતા દાખવવામાં આવતી નથી.નવા નવા બહાના સાથે દિવસે ને દિવસે કામગીરી ટલ્લે ચડાવી રહ્યા છે.તેમજ સમગ્ર કેનાલની કામગીરી પણ ખુબ જ નબળી કરેલ છે.જે અંગેની ઘણી ફરિયાદો અગાઉ પણ સ્થાનિક સરપંચશ્રીઓ તથા જાગૃત ખેડુતો દ્વારા કરાઇ છે.છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.માટે આ સમગ્ર બાબતને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ સત્વરે કાર્યવાહી કરી કેનાલની પુરતા પ્રમાણમા સફાઈ તેમજ સમારકામ કરી ત્વરિત છેવાડાના વિસ્તાર સુધી પહોંચી શકે તે રીતે તાત્કાલિક ધોરણે પાણી છોડવા અંગેની ધારદાર રજુઆત રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ કરી હતી.

બિડાણ :- રજુઆત

લી.

સંતોકબેન આરેઠીયા

ધારાસભ્યશ્રી રાપર

૯૯૨૦૫૩૯૨૯૨

૯૯૭૮૫૫૬૧૧૩

૦૨૮૩૦ ૨૨૧૧૪૭