ભુજના જવાહરનગરમાં મારામારી બાબતે બે સામે ગુનો નોંધાયો

ભુજ : તાલુકાના જવાહરનગરમાં સગાભાઈઓએ યુવાનને ગાળો આપી જાતિ અપમાનિત કરી લાકડી વડે માર મારતાં પોલીસ સ્ટેશને ફરિયાદ ગુનો નોંધાઈ હતી. પધ્ધર પોલીસ સ્ટેશને થી મળતી માહિતી અનુસાર ફરિયાદી રાજેશભાઈ ગોપાલભાઈ ગરવાએ શખ્સ નરશી કાનાભાઈ ગાગલ અને રણછોડ કાનાભાઈ ગાગલ સામે ફરિયાદ નોંધાવી હતી.  શખ્સોએ ફરિયાદીને શેરીમાં આવવા બાબતે ગાળો આપીને જાતિ અપમાનિત કરી લાકડી વડે માર મારતાં પધ્ધર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. જેને પગલે પોલીસે આગળની તપાસ જારી.