બરવાળા તાલુકા પંથકમાં કમોસમી વરસાદ પડવાથી ખેડુતો માં ચિંતા ની લાગણી છવાઈ

vrsd

આજ રોજ બરવાળા તાલુકા તેમજ આજુબાજુનાં ગામોમાં સવારથી  કમોસમી વરસાદ પડવાથી ખેડુતો માં ચિંતા ની લાગણી છવાઈ હતી તથા ઊભા પાકને નુક્સાન થવા પામ્યું હતું. હાલમા એક બાજુ મોંધવારી, મંદિ ,ખેડુત આંદોલન અને કોરોના વાઈરસ સામે દેશ ઝઝુમી રહ્યાં છે ત્યારે અચાનક વરસાદ પડવાથી ખેડુતો નાં ઊભા પાકને માઠી અસર પડશે તે ચિંતા ખેડુતો ને વધવા લાગી છે.