લાકડીયાના કોરોના દર્દી હોમ આઇસોલેટમાં કોરોના મુકત થયાં

લાકડીયા ગામના ગાયત્રીનગરમાં ૪ દર્દી કોરોના પોજીટીવ નીકળતા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ. કે. સિંઘના માર્ગદર્શન હેઠળ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલ. એમને તાલુકા હેલ્થ ઓફિસર ડો સિંઘ ની સતત દેખરેખ હેઠળ દિવસ માં ૪ થી ૫ વાર ફોલોઅપ લેવા માં આવતું અને સંપૂર્ણ સારવાર કરવામાં આવતા આજે તેઓ સંપૂર્ણ સવસ્થ થતા તેમને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા. જેમાં પી.એચ.સી. જૂનાકટારીયા ના મેડિકલ ઓફિસર ડો. ભૂમિકા ગજેરા લાકડીયા ના આરોગ્ય કાર્યકર ઝહીર સોલંકી. વિપુલ વાઘેલા. મંજુ બેન પરમાર, નિલેશ મકવાણા તપાસ અને સારવાર કરવામાં સહભાગી બન્યા હતા.