વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે બે દિવસ ખાવડા-નરા રોડ ડાયવર્ડ કરાયો

ભુજ: આગામી તા.૧૫મી ડિસે.૨૦૨૦ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને અન્ય મહાનુભાવો ધોરડો ખાતેની સંભવિત મુલાકાતે પધારનાર હોઇ તેમજ ધોરડો ખાતે જિલ્લામાંથી તથા જિલ્લા બહારથી પ્રવાસીઓ આવતા જતાંહોઇ ખાવડાથી નરા જતા રોડ ઉપરના વાહનો તથા વ્યકિતઓની અવર-જવર રહેતી હોઇ જેથી મહાનુભાવોઓની મુલાકાત દરમ્યાન તેઓની સુરક્ષા અને સલામતી માટે ખાવડાથી નરા જતા રોડ ઉપર અવર-જવર ના થાય તેમજ ખલેલ કે અડચડ કે મુશ્કેલીઓ ઉભી ન થાય અને કોઇ ગંભીર અકસ્માત ન બને તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે અને તેના વૈકલ્પિક રોડ તરીકે તા.૧૪/૧૨/૨૦૨૦ ના કલાક ૦૦/૦૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦ના કલાક ૨૪/૦૦ દિવસ-૨ સુધી બંધ કરી રસ્તાઓ પર વાહનોને ડાયવર્ડ હુકમો કરવા જરૂરી જણાય છે.
જેથી પ્રવિણા ડી.કે.આઇ.એસ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડાથી નરા જતા હોડ તે વાહન વ્યવહાર માટે તા.૧૪/૧૨/૨૦૨૦ ના કલાક ૦૦/૦૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦ના કલાક ૨૪/૦૦ દિવસ-૨ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે.
આ રસ્તાના વૈકલ્પિક રોડ તરીકે ખાવડાથી આવતાં વાહનો ખાવડાથી ભીરંડીયારા થઇ ઉઘમા ત્રણ રસ્તા, ઉઘમા રોડ, એગ્રોસેલ ચાર રસ્તા, હાજીપીર, નરા રોડનો ઉપયોગ કરી શકશે. નરા રોડથી આવતા વાહનો નરા રોડ, હાજીપીર, એગ્રોસેલ ચાર રસ્તા, ઉઘમા રોડ, ઉઘમા ત્રણ થઇ ભીરંડીયારા થઇ ખાવડા રોડનો ઉપયોગ કરી શકાશે.
આ હુકમ અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ દ્વારા અધિકૃત કરેલ વાહનોને મુકિત આપવામાં આવે છે.