માંડવી તાલુકાના રાજડા ગામની સીમમાં સિંચાઈ વિભાગની કેનાલમાં પવનચક્કી નાં વિજપોલ ઉભાં કરાતાં ખેડૂતોએ વિરોધ કર્યો

કરછ જીલ્લામાં વિવિધ પવનચક્કી કંપની વિવાદમાં આવતી હોય છે,ત્યારે માંડવી તાલુકાના રાજડા ગામની સીમમાં જી પવનચક્કી તેમજ સ્થાનિક બની બેઠેલાં છુપાઉ નેતાઓની સાંઠગાંઠ થી રાજડા ગામની સીમમાં આવેલ સરદાર સરોવર જલસંચય યોજના અંતર્ગત ચેકડેમ ને વિન્ડફાર્મ તેમજ તેનાં મડતીયાઓ દ્વારા નુકશાન પહોચાડેલ છે તેમજ રાજાશાહી વખતથી આવેલાં વરસાદી વહેણ જે સિંચાઈ વિભાગની હસ્તક આવેલ છે, ત્યારે આ પાણીનાં વહેણની વચ્ચે આ પવનચક્કી નાં મોટાં હેવી વિજપોલ ગેરકાયદેસર રીતે ઉભાં કરાયાં છે તેમજ આજુબાજુ માલિકી ખેતરોમાં કોઈ મંજુરી લીધાં વિના મોટું નુકશાન કરાયું છે,ત્યારે આ ચાલતાં વિજપોલ કામને ખેડૂતોએ અટકાવી ન્યાયની માંગ કરી છે.ત્યારે આજરોજ માંડવી તાલુકા કોગ્રેસ સમિતિ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી તેમજ અરવિંદસિંહ જાડેજાએ મુલાકાતલીધી હતી અને જણાવ્યું હતું,કે આ ડોણ,રાજડા ગ્રામપંચાયતે ફક્ત સામાન્ય સભા કરી આ પવનચક્કી કંપની સાથે સાંઠગાંઠ કરી તે કંપનીને મંજુરી આપી દીધેલ છે જે તદ્દન ખોટું છે કારણ,કે સામાન્ય સભાથી પહેલાં ગ્રામપંચાયતે કોઈ ગ્રામસભા બોલાવી નથી અને ગ્રામજનાનાં મંતવ્ય સાંભળ્યા નથીં તેમજ જે ઠરાવ કરવામાં આવ્યું છે જેમાં શ્રી સરકાર,પડતર,ખરાબાં જમીન તેમજ ગૌચર જમીનમાં મંજૂરી આપી દીધેલ જે તદ્દન ગેરકાયદેસર છે કારણ,કે ગ્રામપંચાયતને એટલી સત્તા જ નથીં અને કોઈ પાકા રોડ ન બનાવી પોતાની તાનાશાહી થી આ પવનચક્કી તેમજ તેનાં મડતીયા અમુક બની બેઠેલા નેતાઓ વિરુધ્ધ ખેડૂતોએ આક્રોશ વ્યકત કર્યો છે.તેમજ આ બાબતે કરછ કલેક્ટર,માંડવી મામલતદાર,માંડવી તાલુકા વિકાસ અધિકારી,વન વિસ્તરણ અધિકારી તેમજ ગઢશીશા પોલિશ રટેશન માં લેખિત ફરિયાદ કરાઈ હોવાં છતાં કોઈ જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હાલયું ત્યારે સ્થાનિક ખેડૂત રામજીભાઈ મહેશ્વરી,ખેતશીભાઈ મહેશ્વરી,ભરતભાઈ ડોરુ,ખેરાજભાઈ વિઝોડા,સુમારભાઈ અબચુંગ તેમજ દિનેશ અબચુંગ એ જણાવ્યું છે,કે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય અને તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.