બગોદરા હાઈવે પર ધુમ્મસનું સામ્રાજ્ય

બગોદરા હાઈવે પર આજ વહેલી સવારે ધુમ્મસ નું સામ્રાજ્ય છવાઇ ગયું હતું ધુમ્મસ ના લીધે નજીકની વસ્તુ પણ સ્પષ્ટ દેખાતી ન હતી બગોદરા હાઈવે પર ધુમ્મસ ના લીધે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ધુમ્મસથી વાહનચાલકોને દિવસે પણ લાઈટો ચાલુ કરવાની જરૂર પડી હતી આ ધુમ્મસના લીધે હાઇવે પર નાના મોટા અકસ્માતો પણ થવાની દહેશત વ્યાપી ગઇ હતી સવારના અગિયાર વાગ્યા સુધી આ ધુમ્મસ રહ્યું હતું ધુમ્મસ ના લીધે બગોદરા પંથકના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી ખેડૂતોના પાક ને રોગચાળો આવી શકે છે ખેડૂતે અત્યાર સુધી કરેલી મહેનત પાણીમાં જવાની શક્યતા છે.
રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર