એસ્વાટીની ના વડાપ્રધાન એમ્બ્રોસે ડલામિની નું કોરોનાના લીધે અવસાન

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના દેશ એસ્વાટિનીના વડા પ્રધાન એમ્બ્રોસે ડલામિનીનું કોરોનાને લીધે થયું અવસાન. ડલામિનીને 4 અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ઉમર 52 વર્ષની હતી. રવિવારે મોડી રાતના સરકારે આ વિગત આપી છે.નાયબ વડા પ્રધાન થેમ્બા માસુકુએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યુ છે કે, તેઓ વડા પ્રધાન એમ્બ્રોસે ડલામિનીના મોતની જાણ સમગ્ર દેશને આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે રવિવારે બપોરે સારવાર દરમિયાન ડલામિનીનું મૃત્યુ થયું હતું॰