રાજકોટ: સતત બીજા દિવસે કોરોના પોઝિટિવ ચાર નાં થયા મોત

રાજકોટ: રાજકોટ જિલ્લામાં દિવસો દિવસ વધતાં જતાં કોરોનના કેસ સતત બીજા દિવસે કોરોના પોઝિટિવ 4 દર્દીના થયા મોત રાજકોટ શહેરમાં રાત્રી કર્ફયુ અમલી હોવા છતાં સંક્રમણમાં ખાસ કોઇ ઘટાડો જોવાક મળ્યો નાથ. જેમાં રવિવારના 4 મોતમાં ડેથ ઓડીટ કમિટીએ રિપોર્ટ નીલ આપ્યો છે. આરોગ્ય વિભાગની 1321 ટીમોના ઘરે-ઘરે સર્વે કામગીરીમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા 149 વ્યકિતઓને શોધી કાઢવામાં આવ્યા છે. 51 ધનવંતરી રથમાં 125 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. હેલ્થ સેન્ટરોમાં સરેરાશ 67 ઓપીડી નોંધાઇ છે.
-મળતી માહિતી મુજબ