થર થર કાંપતું નલિયા: ૫ ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અન્ય તમામ શહેરોમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઊતર્યો છે. પરંતુ આમ છતાં હજુ તમામ સ્થળે લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયું છે. આજે રાજકોટમાં 13.2 કેશોદમાં 12.5 ભુજમાં 11.9 સુરેન્દ્રનગરમાં 14.5 અમરેલીમાં 15.6 ગાંધીનગરમાં 16.5 અને મહુવામાં 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વડોદરા, સુરત, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર અને ગાંધીનગરમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 થી 96 ટકા વચ્ચે નોંધાયું છે અને તેના કારણે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો પૂર્વ-પશ્ચિમી રાજ્યોમાં 3 થી 5 ડિગ્રી જેટલો નીચે ઉતરશે અને તેના કારણે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી સહિતનાં રાજ્યોમાં સિવિયર કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે. આવી રીતે નોર્થવેસ્ટ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર,ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.