મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ધોરડો- કચ્છ હેલિપેડ ખાતે ભવ્ય સ્વાગત

2c8cecbdec46abdaecf344c1ad828c52b81c5f49e3e1a65126b47add8583ff5f

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે કચ્છ ખાતે ત્રણ વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરનાર છે. જેમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે એક દિવસના કચ્છ પ્રવાસે પહોંચ્યા હતા.

જેના ભાગરૂપે ધોરડો હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલનું આજે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી. કે. સહિત વિવિધ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.