વાગડ વિસ્તારમાં ઠંડી નો ચમકારો જોવા મળ્યો

રાપર: ઉતર ભારત મા હિમ વર્ષા થતાં કચ્છ જિલ્લા મા ઠંડી નું જોર પકડયું છે ત્યારે વાગડ વિસ્તારમાં પણ ઠંડી એ પોતાની ચમક બતાવવા માંડી છે છેલ્લા ત્રણ દિવસથી ઠંડી ના કારણે લોકો એ ગરમ કપડાં કે તાપણાં નો સહારો લેવા માંડયો છે. રાપર શહેરમાં ઠંડી ના લીધે લોકો એ વહેલી સવારે અને રાત્રે ઠંડી ઉડાડવા માટે તાપણું કરી ગામ ના ચોરા સમાન આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગરમી મેળવી રહ્યા છે. તો ઠંડી ના લીધે મુખ્ય બજારો સવારે નવ વાગ્યા બાદ ખુલે છે. અને સાંજે સાડા સાત ની આસપાસ બંધ થઈ જાય છે. તો ઠંડી ના લીધે માર્ગ પર લોકો ની અવર જવર ઓછી જોવા મળી રહી છે તો વહેલી સવારે હોટલ પર કે ચા ની કિચલી પર લોકો ચા ની ચુસ્કી લેતા જોવા મળે છે. આમ વાગડ વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસ થી ઠંડી એ જનજીવન પર અસર કરી છે.