ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ માં સી.સી. આઇ. દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સી.સી.આઇ દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી શરૂ કરી છે.‌ જેમા ખેડૂતે ફરજિયાત માસ્ક પહેરીને માર્કેટિંગ યાર્ડમાં આવવાનું રહેશે. તેમજ‌‌ સોશીયલ ડિસ્ટન્સ નુ પાલન કરવાનું રહેશે. સી.સી. આઇ. દ્વારા ખેડૂતોના કપાસના ટેકાના ભાવ પ્રતિ મણ રૂપિયા ૧૧૫૫ લેખે ખેડૂત લોકોને ચૂકવવામાં આવશે. અને ખેડૂતો કપાસ સારી ગુણવત્તા હશે તેમને જ ૧૧૫૫ નો ભાવ દેવામાં આવેશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સી.સી. આઇ ‌ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી. આ ખેડૂતોને કપાસને સારો ભાવ મળી રહે. અને ખેડૂતોને તેમના કપાસનું વાવેતર સારી રીતે કરી શકે. અને ‌ આ ભાવથી ખેડૂતોમા ખુશીની લાગણી જોવા મળી હતી. ખેડૂતોને કપાસ ની માર્કેટમાં ખરીદી શરૂ કરવામાં આવી છે. મહુવા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રીપોર્ટર:- ધર્મેશ મહેતા મહુવા…