રાણપુર શહેરના આંબાવાડી વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ ની વ્યવસ્થા નથી લોકોમાં રોગચાળાની દહેશત પારાવાર મુશ્કેલીનો અંત ક્યારે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથકના વહીવટ ની કામગીરી રાણપુર ગામ પંચાયત દ્વારા થાય છે આ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી વિકાસની કામગીરીમાં અનેક વિસ્તારો ના વારંવાર પ્રશ્નો રજૂ થાય છે. ત્યારે આજે આ આંબાવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો અનુભવ કરી રહ્યાં છે, અહીં લોકોનું કહેવું છે. આ વિસ્તારમાં નથી રોડ કે સ્ટ્રીટ લાઈટ, નથી અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા ખુલ્લી ઞટરના પાણી ભરાવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મચ્છરોનો ઉપદ્રવ ગંદકી અને દુર્ગંધથી લોકોના ઘરે માંદગીના ખાટલા છે. માલધારીઓ પોતાના માલઢોર ને પણ બાંધી શકતા નથી   આ વિસ્તારના કોર્પોરેટર સુરત રહેણાંક ધરાવે છે તો આ વિસ્તાર વતી રજૂવાત કોણ કરે ?? સ્થાનિક લોકોએ અવારનવાર ગ્રામપંચાયતમાં રજૂઆત કરી છે. પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી તો હવે એ જોવાનું રહ્યું કે આ વિસ્તારના લોકોની હાલાકીનો અંત ક્યારે આવશે.

બાઈટ :

૧, હરેશભાઈ, સ્થાનિક રહીશ રાણપુર

૨, રખુબેન, સ્થાનિક રહીશ રાણપુર

૩, નરઞિસબેન, સ્થાનિક રહીશ રાણપુર

૪, સૈલેષભાઈ જાની, સ્થાનિક રહીશ, રાણપુર