કોઠારા ગામની મહિલાને તેમના પતિ દ્વારા વારંવાર મારકૂટ કરવાની ફરિયાદ નોંધાઈ

download-5-2

અબડાસા તાલુકામાં આવેલ કોઠારા ગામની પરિણીતાને તેમના લગ્નજીવન દરમ્યાન તેના પતિ ભરતભાઇ તેમજ સાસુ વાલબાઇ અને સસરા આશાભાઇ નાથાભાઇ પરગડુઘરની નાની-નાની વાતોમાં મેણાટોણા મારી અવારનવાર મારકૂટ કરતા હતા.આ ઘટના અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઇ છે. હાલ ભુજ તાલુકાના મખણા ગામે રહેતી ઝવેરબેન ભરતભાઇ પરગડુ(ઉ.21)ને ગત તા.18-11ના ફરિયાદીને ગાળો આપીને ધકબૂશટનો માર માર્યો હતો. ત્યાર બાદ મહિલા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

-મળતી માહિતી મુજબ