નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં સાવચેતી એજ સલામતી

બદલીને આપણો વ્યવહાર કરીએ કોરોનાની હાર. છ ફૂટનું અંતર, મોં એ માસ્ક અને સલામત અંતરની સાવચેતી અને વાંરવાર યોગ્ય રીતે હાથની સફાઇ દૈનિક ક્રિયામાં ટેવ બનાવીએ કોરાનાને હરાવીએ.
કોરોના વાયરસ કોવીડ-૧૯ થી ગભરાવવાનું નથી તકેદારી રાખવાની છે. દેશમાં કોવીડ-૧૯ના દર્દીઓનો આમ થવાનો દર ૯૫.૫૩ ટકા થયો છે. હાલ દેશમાં કુલ એકટીવ કેસો ૩ લાખ ઉપરાંત છે. જયારે રાજયમાં કોવીડ-૧૯ના દર્દીઓનો આમ થવાનો દર ૯૨.૭૧ ટકા થયો છે.
કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને કોવીડની રસી આપવા માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ પ્રથમ તબક્કામાં ૩૭ કરોડ આવરી લેવાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કાર્યકરો અને ૫૦ વર્ષથી વધુ વયના ધરાવતા નાગરિકોને વેકસીન અપાશે. ત્યારબાદ એકથી વધુ રોગ ધરાવતા વ્યકિતને આ રસી અપાશે. ત્યાર બાકીના દેશના નાગરિકોના આ રસી આપવામાં આવશે. સમગ્ર રીતે ૨૦ વિભાગો રસીકરણની પ્રક્રિયામાં જોડાયા છે.
પણ આ વાત પ્રાથમિક તબકકાની છે ત્યાં સુધી માસ્ક એ જ દવા છે અને સાવચેતી ભર્યુ સલામત અંતર એ દરેકની સ્વજવાબદારી છે.
રાજયના મુખ્યમંત્રી અને જવાબદાર અને પ્રતિષ્ઠિત અને પ્રસિધ્ધ વ્યકિતઓ પ્રચાર પ્રસાર ના માધ્યમોથી અવરનેશ કમ્પેઇન કરે છે. પણ સ્વસમજ જ સૌથી મોટી સમજદારી, સાવધાની છે.
૨૪X૭ રાજય સરકારના હેલ્પલાઇન નંબર ૧૦૪ અને કન્ટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૨૫૦૮૧૮, ૦૭૯-૨૩૨૫૧૯૦૦ છે તેની તેમજ જિલ્લા કન્ટ્રોલ રૂમની પણ મદદ લઇ શકાય છે. ૧૦૪,૧૦૮, ધનવંતરી રથ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજય સરકારનો આ વિભાગ અને તેની સાથે સંકળાયેલા તમામ પ્રજાની પડખે છે. ત્યારે તમારી ફરજ છે કોવીડ-૧૯ની વખતો વખતની જાહેર થતી માર્ગદર્શિકાને અનુરૂપ વર્તન વ્યવહાર કરવો.