મોરબીમાં મારામારીના બનાવમાં ચાર આરોપી ઝડપાયા, એક ફરાર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હથિયારો વડે ખુલ્લેઆમ મારામારીનો બનાવ બન્યો હતો. પાંચ શખ્સોએ સાથે મળી 27 વર્ષીય યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મળતી માહિતી અનુસાર મોરબી વિસ્તારમાં ફરિયાદી નીતિનભાઈ વાલજીભાઈ પરમાર પોતાની કામ ની જગ્યા પર હાજર હતા તે દરમિયાન આરોપી 1.વેલજીભાઈ નથુભાઈ શેખવા 2.જયેશભાઈ વેલજીભાઈ શેખવા 3.ગુલાબ ઉર્ફે ગુલો વેલજીભાઈ શેખવા 4.ભાણો વેલજીભાઈ શેખવા અને 5.ભગીરથ આમ પાંચેય આરોપીઓએ ભેગા થઈ ફરિયાદીને ગાળો બોલી લાકડી તથા પાઇપ વડે શરીરના ભાગે મૂઢમાર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ તમામે તમામ આરોપી નાસી છૂટયા હતા. આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતાં તેની અટક કરવાની બાકી છે. આ અંગેની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી આર. પરમાર ચલાવી રહ્યા છે.