અભિનેતા આમિરખાન પરિવાર સાથે સાસણ ગીરના પ્રવાસે

4bb0fc355d44ea8418ef47465fb2d404afa738e9b05f09850c3649ad27b3a822

બોલીવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે સાસણ ગીરના પ્રવાસે આવ્યા છે. આજે સવારે તેઓ પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આમીર ખાન પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ પ્લેન મારફત પોરબંદર આવી પહોંચ્યા હતા. તેમજ પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન પોતાના પરિવાર સાથે સાસણ જાવા રવાના થયા હતા. આમીરખાન પોતાની એનિવર્સરી મનાવા માટે સાસણ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.