ધનુરમાસ ચાલી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન નિશાળમા ભણવા જાય છે

હાલમા ધનુરમાસ ચાલી રહ્યો છે ત્યારે દયાપર બહેનોના સ્વામિનારાયણ મંદિરમા વહેલી સવારે આરતી કથા વાર્તા અને ધુનનો આયોજન કરાયો છે. તેમજ વહેલી સવારે સ્વામિનારાયણ ભગવાન નિશાળમા ભણવા જાય છે. સ્વામિનારાયણ ભગવાન પાસે નોટ બોલપેન પાટી પેન ચોપડી રાખવામા આવ્યા છે તેમજ રવિવારની રજા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન પાસે રમકડા રાખવામા આવે છે તેમજ વચનામૃત પૂજન કરવામા આવ્યું હતું તેમજ હરિભક્તોના મંદિરમા પણ ધનુરમાસ નિમિતે આરતી કથા ધુનનો આયોજન કરવામા આવ્યો છે. તેમજ સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા દયાપર બહેનોના સ્વામિનારાયણ મહંત શાન્તા ફઈ માનબાઈ ફઈ હંસા ફઈ તેમજ કર્મયોગી બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાબેન પોકાર મોનાબેન સાંખલા સવિતાબેન પોકાર નર્મદાબેન પોકાર બીનલબેન પોકાર જ્યાબેન સાંખલા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર દર્શન સોની )