ઉપલેટા વોર્ડ નંબર 9 ના સુધરાઈ સભ્ય અને તેમના પિતાની ઉમદા કામગીરીથી સ્થાનિકોને મળી પ્રાથમિક સુવિધાઓ જેથી સ્થાનિકોમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ વોર્ડ નંબર ૯ માં છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સ્થાનિકોને પીવાના પાણી માટેની બહુ મોટી સમસ્યા હતી કેમ કે અહીંના લોકોને પીવાના પાણી ભરવા માટે દૂર જવું પડતું સાથે આ વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસા દરમિયાન પણ વરસાદના અને રોડના પાણી પણ ઘરમાં ઘૂસી જતાં હોવાની પણ સમસ્યાઓ હતી અને સ્થાનિકોની ઘરવખરી પણ બગડી અને પાલડી જતી. આ પાણી ભરાવાના પગલે અહીંયા માંદગી પણ ઘર કરી જતી અને લોકો બીમારીનો પણ ભોગ બનતા. આવી સમસ્યાઓના નિરાકરણ લાવવા સ્થાનિક સુધરાઈ સભ્ય રિયાઝ હિંગોરા અને તેમના પિતા દ્વારા આ વિસ્તારમાં અંદાજે પાંચ લાખ કરતાં પણ વધારેની રકમ ખર્ચ કરી અને પોતાના અંગર પૈસા વાપરી અને આ વિસ્તારમાં પીવાના પાણીની નવી લાઈનો નંખાવી હતી. આ ઉપરાંત અહીંના સ્થાનિક લોકોને ૨૪ કલાક પાણી મળે તે માટે પણ વધારાના અંદાજે ૧૫ થી ૨૦ કેટલા બોર કરી અને તેમાં સબમર્સિબલ મોટર પણ નંખાવી અને લોકોને ૨૪ કલાક પાણીની સગવડ મળી રહે તે માટેના પ્રયાસો કર્યા છે.
સુધરાઈ સભ્ય એન તેમના પિતાની આવી ઉમદા કામગીરીથી સ્થાનિકોમાં પણ ખુશીઓનો માહોલ છવાઇ ગયો છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ આ તકે મળી ગઈ છે.
રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા