લીંબડી:અકસ્માત સર્જાતા ઘટના સ્થળે યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયું

લીંબડી રાણા ચેમ્બર જુનાજીનપરા પાસે ડમ્પરે દંપતિ બાઈક ચાલકને ટક્કર મારી ફરાર થયો હતો. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડંમ્પર ચાલકને પકડવા સ્થાનિક પાછળ દોડ્યા હતા ત્યારે ડંમ્પર ચાલક પુર ઝડપે થયો ડંમ્પર સાથે પલાયન
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દંપતી લીંબડી પાવર હાઉસ પાસે આવેલ બસેરા સોસાયટીના રહિશ હતા. ત્યારે કામ અર્થે અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે રાણા ચેમ્બર જુના જીનપરા પાસે ડંમ્પર ચાલક બેફામ ડ્રાઈવિંગ સાથે બાઈક સવાર દંપતીને ટક્કર મારી ફરાર થયો ત્યારે ઘટના સ્થળે પત્નીની સામે જ પતિનું મોત નિપજયું.
અકસ્માતની જાણ લીંબડી પોલીસને થતાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા