રાપર ના ગાગોદર ધાણીથર હાઇવે પર ટ્રક અને કાર અકસ્માતમાં 2 ના મોત

રાપર: આજે વહેલી સવારે વાગડ વિસ્તારનો હાઇવે રોડ રકત રંજીત થયો હતો આડેસર પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે ગાગોદર ધાણીથર હાઇવે રોડ પર આવેલા હાઇવે પર ઉભેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમા મોરબી રહેતા પરિવારના ત્રણ સભ્યો ના મોત નીપજ્યાં હતા સ્વીફટ કાર નઃબર જીજે12 એ. કે. 1763મા સવાર જયંતી લાલ મોતીરામ મહેશ્વરી કેલા ઉ. વ. 59 લજપતરાય મોતીરામ મહેશ્વરી કેલા ઉ. વ. 65 તેમજ રેખા બેન મહેશ્વરી કેલા ના સારવાર દરમિયાન મોત થયા હતા આ ગંભીર અકસ્માતમાં કાર મા સવાર લોકો ને સારવાર માટે લાકડીયા ખસેડવામાં આવ્યા હતા જેમાં એક સાથે ત્રણ વ્યક્તિઓ ના મોત નિપજ્યા હતા અકસ્માત મા બે ભાઈઓ અને ભાભી ના મોત થતાં મહેશ્વરી સમાજ મા શોક ની લાગણી ફેલાઈ છે હતભાગી પરિવાર ઉષા કિરણ સોસાયટી રવાપર રોડ.. મોરબી ખાતે રહેતો હતો વધુ તપાસ આડેસર પોલીસ સબ ઇન્સ્પેકટર વાય. કે. ગોહિલે હાથ ધરી છે