બનાસકાંઠા: ખારા ગામમાં કાર તેમજ બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, ચાર નાં અરેરાટી ભર્યા મોત

બનાસકાંઠા: આજે સવારે બનાસકાંઠાના ભાભર નજીક આવેલ ખારા ગામની આગળ એક ભયાનક અક્સ્માત સર્જાયાની ખબર મળી હતી કે 1 કાર અને 1 બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. જેમાં બાઈક સવાર સહીત કારમાં સવાર 3 જણાના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે॰ બાજુના ખારા ગામના લોકો અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. અને તરત પોલીસ અને 108 ને બોલાવાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને બધા મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાનામાં ખસેડયા હતા. તેમજ અકસ્માતની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.