2021 પૂર્વે રાજકોટ પાસેથી 6 લાખનો શરાબ પકડાયો

રાજકોટ: રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને SOG ની ટીમે 2 ટ્રક અને આઈશરમાંથી શરાબનો મોટો જથ્થો પકડી પાડી પછી SOGની ટીમે બેટી ગામના પાટીયા નજીકથી આઈશરમાં રકાબીના બોક્સ હેઠળ સાંતાળી રાખેલી 1488 બોટલ શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો.
પોલીસે શરાબના આ જથ્થા સાથે હરિયાણાના આરોપીને પકડી પાડ્યો હતો.તેની પૂછપરછ કરતા શરાબ રાજસ્થાનથી ભરી ધ્રોલ નજીક લઈ જઈ રહ્યો હોવાની ખબર પડી હતી. પોલીસે શરાબ અને રકાબીના બોક્સ સહિત કુલ રૂ.13.94 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.જણાવા પ્રાપ્ત વિગતો અનુસાર SOG પી.આઈ આર.વાય રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.એસ. સોનારાની રાહબરીમાં ટીમ પેટ્રોલીગમાં હતી.દરમ્યાન હેડ કોન્સ. સમીરભાઇ શેખ તથા પો.કોન્સ. અજીતસિંહ પરમારને મળેલ બાતમીના આધારે રાજકોટ અમદાવાદ લઈવે બેટી ગામના પાટીયા પાસેથી આઈશર ન.યુટી 50બિટી 9914ને અટકાવી તેની તલાશી લેતા તેમા રકાબીના બોક્સમાં સંતાળી રાખેલો જુદા-જુદા બ્રાન્ડનો રૂ.6,01,200ની કિંમતનો 1488 બોટલ શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો.
-મળતી માહિતી મુજબ