રાજકોટ: નાના મૌવા માં પતંગની દોર વડે ગળુ કપાઈ જતાં 1નું મોત

રાજકોટ: ઉતરાયણનો ચાલુ થવાને થોડોજ સમય બાકી છે પતંગ ચગાવવાનો શોખ કેટલાક લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો હોય છે. આજ રીતે એક રાજકોટ ખાતે બનાવ બન્યો છે. રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં પતંગની દોર વડે ગળુ કપાઈ જતા 1 યુવાનનુ મોત નિપજ્યુ છે. રાજકોટના નાના મૌવા રોડ પરથી ગઈકાલે એકટીવા ઉપર પસાર થઈ રહેલા 39 વર્ષીય યુવાનના ગળામાં આવી જતા, દોરીથી ગળુ કપાઈ ગયુ હતું.