ગાંધીધામના નૂરી મસ્જિદ પાસે બે યુવાનો અજાણી કારની અડફેટે આવતા એકનું મોત

ગાંધીધામના બસ સ્ટેશ્સ્ન પાસે આવેલી નુરી મસ્જિદ પાસેના સર્વિસ રોડ પર બે યુવાનો પગપાળે પસાર થઇ રહયા હતા ત્યારે અજાણયા વાહને તેમને અડફેટે લીધા હતાઆ અકસ્માતમાં નુરી મસ્જિદ સામેના પુલ નીચે રહેતા ૧૫ વર્ષીય વીરૂ  સુરેશભાઇ પટણીને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે સારવાર અર્થે  ભુજ લઈ જવામાં આવ્યા હતા. પરતું સારવાર તેમના સુધી પહોચે તે પહેલા જં યુવાનનું મોત નીપજયું હતું. કહેવાય છે કે કાળ કયારે અને કયા સ્વરૂપમાં તમારી સમક્ષ આવી જાય તે નક્કી નથી.તો આ અકસ્માતના વધતાં જતાં આકડાઓ ને જોઈને આવું લાગી રહયું છે. જાણે કચ્છમાં કાળચક્ર ફરી રહયું છે દિવસ ઊગતાની સાથે જં બે થી ત્રણ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે તો આવોજ એક અકસ્માત નો બનાવ પ્રકાશમાં આવ્યો છે.