રાજકોટ: હવે કોરોનામાં થોડી રાહત

રાજકોટ જિલ્લામાં હવે કોરોનામાં થોડી રાહત જોવા મળી રહી છે. મંગળવારે ત્રણ દર્દીઓના મોત પછી આજે એક દર્દીનું મોત થયું હતી. આરોગ્ય વિભાગે આજે સવારે જાહેર કરેલા બુલેટીનમાં 1 દર્દીનું મોત થયું હોવાનું જાહેર કર્યુ છે. મંગળવારે 3 દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમીટીએ રિપોર્ટ નીલ આપ્યો છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વે કામગીરીમાં તાવ, શરદી, તેમજ ઉધરસનાં લક્ષણો વાડા 108 દર્દીઓ મળી આવ્યા હતા. 51 ધનવંતરી રથમાં 127 અને હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં સરેરાશ 78 કેસ નોંધાયા છે. 104 હેલ્થ લાઇનમાં 2 અને 108 હેલ્થ લાઇનમાં 29 કોલ્સ નોંધાયા હતા. 51 ટેસ્ટીંગ વાહનો દ્વારા વધુ 793 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.